મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમલાખાડી ઉપરના માર્ગોને બંધ કરાયા

અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક આવેલી આમલાખાડી ઉપરના માર્ગોને બંધ કરાયા છે... હાલમાં નવા પુલના નિર્માણની કામ

તસવીર: gstv

અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક આવેલી આમલાખાડી ઉપરના માર્ગોને બંધ કરાયા છે... હાલમાં નવા પુલના નિર્માણની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ પર આવેલો જૂનો અને જર્જરિત પુલ સુરક્ષાના કારણોસર તોડી પાડવામાં આવ્યો છે, કારણ કે ભારે વરસાદ દરમિયાન ખાડીના બ્રિજ પરથી પાણી પસાર થવાની પૂરેપૂરી શક્યતા હતી. નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર 9 નવેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. અંકલેશ્વર અને હાંસોટ વચ્ચે અવરજવર કરતા વાહનોને મુશ્કેલીથી બચવા માટે આંબોલી-બોઈદ્રા રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો