VIDEO: બોરસદના વિરસદમાં તળાવ ફાટ્યું, ગામમાં પાણી ફરી વળ્યું
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામમાં ભારે વરસાદ વચ્ચે તળાવ ફાટતાં ગામમાં પાણી ફરી વળ્યું છે. તળ

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામમાં ભારે વરસાદ વચ્ચે તળાવ ફાટતાં ગામમાં પાણી ફરી વળ્યું છે. તળાવનું પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળતાં ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીથી ગામના અનેક વિસ્તારો પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના આકાશી દૃશ્યોમાં સમગ્ર વિરસદ ગામ વરસાદી પાણીથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.




