મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: માતેલા સાંઢની જેમ ડમ્પરે ફૂલ સ્પીડમાં પહેલા બાઈકો પછી લોકોને કચડ્યા, 19ના મોત

રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારતા 19 લોકોના મોત થયા છે, જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત

રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારતા 19 લોકોના મોત થયા છે, જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજાના કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. સ્થાનિકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી પહેલા એક કારને ટક્કર મારી અને પછી અન્ય ગાડીઓને કચડતો ગયો. માતેલા સાંઢ જેવા ડમ્પરે એક પછી એક 17 વાહનને ટક્કર મારી.  

રાજસ્થાનના મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસારે જયપુર અકસ્માતમાં 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. હરમડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લોહા મંડીમાં ફુલ સ્પીડે ડમ્પરે એક પછી એક 17 વાહનને ટક્કર મારી. મૃત્યુ પામેલાઓમાં ઘણા લોકોનાં શરીરના ટુકડા થઈ ગયા. કોઈનો પગ કપાયો તો કોઈનો હાથ. 6 અતિ ગંભીર ઘાયલોને એસએમએસ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજસ્થાન ભાજપ પ્રમુખ મદન રાઠોડ કહે છે કે, "... એક પછી એક ઘટનાઓ બની રહી છે, છતાં આપણા ડ્રાઇવરો હજુ પણ સમજી શકતા નથી. હવે, ગંભીરતાની જરૂર છે. ગઈકાલની ઘટના (ફલોદી અકસ્માત) ખૂબ જ દુ:ખદ હતી.

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સોમવારે બપોરે હરમાડાના લોહા મંડી પર થયો. બપોરે લગભગ 1 વાગ્યે ડમ્પર લોહા મંડી પેટ્રોલ પંપની તરફથી રોડ નંબર-14 પરથી હાઇવે પર ચઢવા જઈ રહ્યું હતું. એ સમયે આ ઘટના બની હતી.

ડમ્પર ચાલકને સ્થાનિકોએ પકડી લીધો. વિરાટનગરનો રહેવાસી કલ્યાણ મીણાની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો