VIDEO: ટપકેશ્વર મહાદેવ મંદિરમાં તમસા નદીના પાણી ભરાયા
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં પડેલા ભારે વરસાદને કારણે પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પરિસરમ

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં પડેલા ભારે વરસાદને કારણે પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં તમસા નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થવાથી તમસા નદી ઉફાણ પર આવી હતી, જેના પરિણામે નદીના પ્રચંડ પ્રવાહ અને જળસ્તરમાં અચાનક મોટો વધારો થયો હતો. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે મંદિર પરિસર, ગર્ભગૃહ અને આસપાસનો વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો. નદીના રોદ્ર સ્વરૂપને જોઈને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં નદીના તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવીને નદી કિનારે જવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.




