મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત પોલીસે AI નો ઉપયોગ કરી નવરાત્રીના તહેવારને બનાવ્યો વધુ સુરક્ષીત

નવરાત્રીમાં સુરતમાં પણ રંગીન રોશનીથી ઝળહળતી રાતો, પરંપરાગત પોશાકોમાં સજ્જ ખેલૈયાઓ અને હજારોની મેદની સાથ

નવરાત્રીમાં સુરતમાં પણ રંગીન રોશનીથી ઝળહળતી રાતો, પરંપરાગત પોશાકોમાં સજ્જ ખેલૈયાઓ અને હજારોની મેદની સાથે ગુંજી ઉઠતા તાલે મન મોહિત કરતા ગરબા દર વર્ષે જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે સુરતની નવરાત્રી માત્ર પરંપરા જ નહીં, પણ અત્યાધુનિક ટેકનોલોજીનો પણ અનોખો સંગમ રજૂ કરી રહી છે. સુરત પોલીસે ક્રાઉડ મેનેજમેન્ટ, સુરક્ષા અને ટ્રાફિક સંકલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને એક અનોખી પહેલ કરી છે, જેણે આ તહેવારને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવ્યો છે.

સુરત પોલીસે AI નો કર્યો ઉપયોગ

સુરતની 15 જેટલી મોટી કોમર્શિયલ નવરાત્રીના ડોમ અને જ્યાં 10,000થી વધુ લોકો એકઠા થવાની શક્યતા છે, ત્યાં 50થી વધુ AI કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા માત્ર સીસીટીવી ફૂટેજ જ રેકોર્ડ નથીકરતા, પરંતુ દરેક વ્યક્તિના ચહેરાની નોંધ પણ લઈ રહ્યા છે. આ AI કેમેરાનું મુખ્ય કાર્ય ક્રાઉડ મેનેજમેન્ટ છે. દરેક ડોમની ક્ષમતા આ સિસ્ટમમાં પહેલેથી જ દાખલ કરવામાં આવી છે. જ્યારે ગરબા ડોમમાં પ્રવેશ કરનારા લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદા વટાવે છે, ત્યારે AI સિસ્ટમ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં એક "પોપ-અપ" એલર્ટ જનરેટ કરે છે. આ એલર્ટ મળતા જ કંટ્રોલ રૂમ તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનનો વોકી-ટોકી દ્વારા સંપર્ક કરે છે અને ઓવર ક્રાઉડને નિયંત્રિત કરવા માટે સૂચનાઓ પણ આપે છે.

આ સમાચાર શેર કરો