મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi: લુણસરિયા ગામના હનુમાન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, નવ મહિનામાં ત્રીજી વખત થઈ ચોરી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના મંદિરમાં ફરીએક વાર ચ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના મંદિરમાં ફરીએક વાર ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતીં મુજબ લુણસરીયા ગામમાં આવેલા હનુમાનજીના મંદિરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા. ઘટના રાતના દોઢ વાગ્યાની છે, જ્યારે તસ્કરોએ મંદિરમાં ચાંદીનો મુગટ અને અન્ય મુદ્દા માલની ચોરી કરી હતી, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હનુમાનજીના મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવખત ચોરીની ઘટના બની છે, પરંતુ પોલીસ સદંતર નિષ્ક્રિય છે. ત્યારે વારંવાર થતી ચોરીની ઘટનાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. 

આ સમાચાર શેર કરો