VIDEO: ધોરાજીમાં સગર્ભા મહિલાઓ સાથે ઓનલાઈન ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો
રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 2માં નોંધાયેલી સગર્ભા મહિલા
રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 2માં નોંધાયેલી સગર્ભા મહિલાઓ ઓનલાઈન ફ્રોડનો શિકાર બની. અજાણ્યા શખ્સે ગાંધીનગરથી ફોન કરી, પોતાને સરકારી અધિકારી તરીકે રજૂ કરીને કહ્યું, "નમો યોજના હેઠળ તમને રૂ 13,500 ની સરકારી સહાય મળી છે, જેનું વેરિફિકેશન કરવું પડશે."
આ યોજના હેઠળ સરકાર સગર્ભા અને ધાત્રી માતાઓને આર્થિક સહાય આપે છે, પરંતુ આરોપીએ આનો દુરુપયોગ કર્યો. તેની પાસે આંગણવાડીમાં નોંધાયેલી મહિલાઓની તમામ વિગતો હતી. વેરિફિકેશનના બહાને તેણે 6 મહિલાઓના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા.
આ ઘટનાથી હચમચી ગયેલી મહિલાઓએ તાત્કાલિક સાયબર ક્રાઈમ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના એ વાતની ચેતવણી આપે છે કે સરકારી યોજનાઓના નામે આવતા અજાણ્યા ફોન પર વિશ્વાસ ન કરવો અને બેંક વિગતો ક્યારેય શેર ન કરવી.




