VIDEO: ટેક્સાસમાં ભારે વરસાદથી પૂરનું ગંભીર સંકટ
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત થઈ રહેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. મંગ

અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત થઈ રહેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. મંગળવારથી અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં 27 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી સત્તાવાળાઓએ આગામી સમયમાં સ્થિતિ વેધુ વણસવાની ચેતવણી આપી છે.


