VIDEO: સુરતમાં પાલિકાના વિવિધ પદાધિકારીઓની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. હવે પાલિકાના વિવિધ પદાધિકારીઓની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શિક્ષણ સમિતિ સહિતના મહત્વપૂર્ણ પદો માટે દાવેદારોના સેન્સ લેવામાં આવશે. ત્રણ નિરીક્ષકોની ટીમ સુરત પહોંચી છે અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે. અંદાજિત 200 જેટલા વિજેતા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે હાજર રહી દાવેદારી રજૂ કરી રહ્યા છે.
