VIDEO: મુર્શિદાબાદમાં રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે સ્કૂલ વાન ટ્રેન સાથે અથડાઈ, અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ!
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુર નજીક ગોવિંદપુર રેલવે ક્રોસિંગ પર સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્કૂલના બાળકોને લઈ જતી વાન રેલવે ટ્રેક પાર કરી રહી હતી ત્યારે મુસાફર ટ્રેન સાથે ટક્કર થતાં ત્રણ લોકોના મોત થયા હતા, જેમાં બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સ્કૂલના બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ રેલવે અને સ્થાનિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે


