VIDEO: દરિયાની સપાટી વધવાથી મુંબઈ પર ડૂબવાનો ખતરો: BMC દ્વારા સંવેદનશીલતાનું નવેસરથી મૂલ્યાંકન શરૂ કરાયું
સદીના અંત સુધીમાં દરિયાની સપાટીમાં વધારો થવાના જોખમને કારણે મું

સદીના અંત સુધીમાં દરિયાની સપાટીમાં વધારો થવાના જોખમને કારણે મુંબઈ પર કાયમી ધોરણે ડુબી જવાની સંભાવના તોળાઈ રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સંવેદનશીલતાનું નવેસરથી મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે, જે પાંચ વર્ષમાં આ પ્રકારનો બીજો અભ્યાસ છે...આ નવા આબોહવા-જોખમ મૂલ્યાંકન દ્વારા મુંબઈના ૧૪૯ કિલોમીટર લાંબા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોનો નકશો તૈયાર કરવામાં આવશે. તેમજ જોખમમાં મૂકાયેલી વસ્તીવાળા વિસ્તારોની ઓળખ કરી જમીનનો વપરાશ અને દરિયાકાંઠાના વિકાસમાં આવેલા ફેરફારોનું મૂલ્યાંકન કરાશે. આ મહત્વપૂર્ણ અહેવાલ આવતા વર્ષે પ્રકાશિત થવાની અપેક્ષા છે.




