VIDEO: અલંગમાં જીપીસીબીની લાલ આંખ, દરિયામાં પર્લાઈટ પાવડર ભળવાથી સફેદ ચાદર છવાતા દંડ
ભાવનગરના અલંગ સ્થિત પ્લોટ નંબર 88 સામે GPCB દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. દ

ભાવનગરના અલંગ સ્થિત પ્લોટ નંબર 88 સામે GPCB દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. દરિયામાં પર્લાઈટ પાવડર ભળવાથી સફેદ ચાદર છવાઈ છે..જેને લઈને સુખદેવસિંહ ગોહિલે કરેલી ફરિયાદને પગલે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. GPCBએ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્લોટના માલિકને ક્લોઝર નોટિસ ફટકારી છે..તેમજ રૂપિયા ૨૫ લાખ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે, વારંવાર કેમિકલ છોડવાથી દરિયાઈ પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે..આ સાથે જ સામાજિક આગેવાન સુખદેવસિંહે અપીલ કરી હતી કે સ્થાનિકોએ શિપ બ્રેકરો સાથે મળીને પર્યાવરણ વિરુદ્ધની કામગીરી ન કરવી જોઈએ, કારણ કે આવનાર પેઢી માટે પર્યાવરણની જાળવણી કરવી અત્યંત આવશ્યક છે.

