મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઈસુદાન ગઢવીના નિવેદનથી રાજકારણ ગરમાયું

વન નેશન વન ઇલેક્શનની બેઠક પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મોટું નિવેદન આપીને રાજકારણ

તસવીર: gstv

વન નેશન વન ઇલેક્શનની બેઠક પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મોટું નિવેદન આપીને રાજકારણ ગરમાવ્યું છે. ઈસુદાન ગઢવીએ કેન્દ્ર સરકારની આ નીતિ સામે આકરા સવાલો ઉઠાવતા કહ્યું કે, ભારત જેવા વિશાળ દેશમાં વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોતાં એકસાથે ચૂંટણીઓ યોજવી અશક્ય છે. તેમણે દલીલ કરી કે જ્યારે એક જ રાજ્યમાં અલગ-અલગ તબક્કામાં મતદાન કરાવવું પડતું હોય, તો આખા દેશમાં એકસાથે ચૂંટણી કઈ રીતે સંભવ બને? વધુમાં, જો કોઈ રાજ્યમાં અધવચ્ચે સરકાર પડી જાય તો આગામી સ્થિતિ શું હશે? તેમજ મર્યાદિત સંસાધનો ધરાવતા પ્રાદેશિક પક્ષો આ મહા-ચૂંટણીમાં કઈ રીતે ટકી શકશે, તેવા ગંભીર પ્રશ્નો પણ તેમણે રજૂ કર્યા છે.

આ સમાચાર શેર કરો