VIDEO: બાતમીના આધારે ૧૧ પિસ્તોલનો જથ્થો ઝડપી પાડતી પોલીસ
ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે ગેરકાયદેસર હથિયારોની તસ્કરી કરતા રેકેટ પર મોટો પ્રહાર કર્યો છે. ગુપ્ત બાતમીના આ

ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે ગેરકાયદેસર હથિયારોની તસ્કરી કરતા રેકેટ પર મોટો પ્રહાર કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે હથિયારોની હેરાફેરીમાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ સફળ કામગીરી દરમિયાન આરોપીઓ પાસેથી અલગ-અલગ બોરની ૧૧ દેશી પિસ્તોલનો મોટો જથ્થો રિકવર કરવામાં આવ્યો છે. આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. આ સફળતા બાદ સ્થાનિક ગુનાખોરી નિયંત્રણ ટીમે સમગ્ર નેટવર્કને તોડી પાડવા અને અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




