મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મારવાડી યુનિ.ના વિદેશી વિદ્યાર્થીઓના વર્તનથી ગ્રામજનો ત્રસ્ત, દેહવ્યાપાર સહિતના લગાવ્યા આરોપ

રાજકોટના રતનપર ગામમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસ

રાજકોટના રતનપર ગામમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસથી ગ્રામજનો પરેશાન છે. ગામજનોનો આરોપ છે કે આ વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે અને દેહવ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ મુદ્દે ગ્રામજનોએ પોલીસને અનેકવાર રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓ અને ગામજનો વચ્ચે માથાકૂટની ઘટનાઓ બની હતી, જેમાં એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

જણાવી દઈએ કે રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની બબાલની ઘટના થોડા દિવસ પહેલા પણ બની હતી. એ સમયે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ વારંવાર બનતી ઘટનાઓથી ગ્રામજનો પણ પરેશાન થયા છે. 

આ સમાચાર શેર કરો