મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 13 કિલો ચરસ અને પિસ્તોલ સાથે એક પકડાયો, 34 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે 34.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોટી સફળતા મેળવી

બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે 34.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોટી સફળતા મેળવી છે. ચૂંટણીલક્ષી સઘન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી 13 કિલોથી વધુ ચરસ, એક પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ ઝડપાયા છે.પોલીસે બિહારના મુકેશ પ્રસાદની ધરપકડ કરી છે, જ્યારે તેનો અન્ય એક સાથી ફરાર થઈ ગયો છે. પ્રાથમિક તપાસ મુજબ, આ જથ્થો પુણે પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે પાટણના એક શખ્સને પણ ડિટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.   

આ સમાચાર શેર કરો