VIDEO: બગસરાના અમરેલી બાયપાસ રોડ પર તેલ ભરેલું ટેન્કર પલટતાં લોકોમાં તેલ લૂંટવા પડાપડી
અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલા અમરેલી બાયપાસ રોડ પર આજે એક મોટી અકસ્માતની ઘટન

અમરેલી જિલ્લાના બગસરા ખાતે આવેલા અમરેલી બાયપાસ રોડ પર આજે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ખાદ્ય તેલ ભરેલું એક ટેન્કર અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં રોડ સાઈડમાં પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી જતાં જ તેમાંથી મોટા પ્રમાણમાં તેલ ઢોળાવાનું શરૂ થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી બગસરાના સ્થાનિક લોકો પોતાના ઘરેથી ડબલા, ડોલ અને પ્લાસ્ટિકના કેન લઈને તેલ ભરવા માટે સ્થળ પર ઉમટી પડ્યા હતા. લોકોમાં તેલ એકત્ર કરવા માટે ભારે પડાપડી જોવા મળી હતી. આ સમગ્ર ઘટના અને લોકો દ્વારા તેલ ભરવાના દ્રશ્યોના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે.



