VIDEO: નસવાડી: ત્રણ દિવસથી વીજ પુરવઠો બંધ, આદિવાસી ગામલોકો હેરાન થયા
નસવાડી તાલુકાના બરોલી ગામમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો બંધ હોવાથી આદિવાસી વિસ્ત

નસવાડી તાલુકાના બરોલી ગામમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો બંધ હોવાથી આદિવાસી વિસ્તારના આશરે ૧૦૦૦ લોકો પીવાના પાણી અને વીજળી વિના હેરાન પરેશાન થઈ રહ્યા છે.ભારે વરસાદમાં વીજ થાંભલા ધરાશાયી થતાં વીજ પુરવઠો ગુલ થયો હતો. વોર્ટ્સ વર્ક્સના બોરમાં પાણી ન આવતાં પીવાના પાણી માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે.ગામલોકોની વારંવારની ફરિયાદ છતાં મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી કોઈ કાર્યવાહી નહીં થતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ કચેરી આગળ લાઈટ આપોના સૂત્રો પાડ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક સમાધાનનો આશ્વાસન આપ્યો છે.



