મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi: હળવદના સૂરવદર ગામે 30 વર્ષ જૂનો જર્જરિત પાણીનો ટાંકો તોડી પાડાયો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સૂરવદર ગામે 30 વર્ષ જૂનો, 30,000 લીટરની ક્ષ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સૂરવદર ગામે 30 વર્ષ જૂનો, 30,000 લીટરની ક્ષમતા ધરાવતો પાણીનો ટાંકો જર્જરિત હાલતને કારણે તોડી પાડવામાં આવ્યો છે. લાંબા સમયથી આ ટાંકો બિનઉપયોગી અને જોખમી બની ગયો હતો. ગ્રામજનોની સલામતીને ધ્યાનમાં રાખીને આ ટાંકો તોડી પાડવામાં આવ્યો. 

મોરબી જિલ્લા પંચાયત અને ગાંધીનગરની વડી કચેરી દ્વારા સ્ટ્રક્ચરલ રિપોર્ટ મેળવ્યા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી. રિપોર્ટમાં ટાંકાનું માળખું નબળું પડી ગયું હોવાનું જણાવાયું હતું, જેના આધારે તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો.

આ સમાચાર શેર કરો