VIDEO : સુરેન્દ્રનગરમાં રેશનકાર્ડ ધારકો સામે મોટી કાર્યવાહી
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં 5 હજાર રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી શરૂ કરવામાં
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં 5 હજાર રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેશનકાર્ડ ધારકોની પાત્રતાની ચકાસણી કરવામાં આવી રહી છે. 2 હજારથી વધુ રેશનકાર્ડ ધારકોએ પોતાના રેશનકાર્ડ સરન્ડર કરાવી નાખ્યા છે. સરકારી અનાજ ગરીબ પરિવારના પેટમાં પહોંચે તે હેતુથી શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. વાર્ષિક આવક 6 લાખ ધરાવતા હોય તેવા પરિવાર પણ સસ્તું અનાજ લેતા હોવાનો ધડાકો થયો છે. વાર્ષિક ટર્નઓવર 25 લાખથી વધુ હોય તેવા સસ્તા અનાજ ધારકોને પણ નોટિસો આપવામાં આવી હતી. તેમજ 10 તારીખ સુધી નોટિસનો જવાબ આપવામાં સમય આવ્યો છે.


