મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી કુંવરજી બાવળિયા ખફા, અધિકારીઓને આપી દીધું અલ્ટીમેટમ

રાજકોટના જસદણમાં આટકોટ-ચિતલિયા રોડના ખાતમુહૂર્તનું કામમાં ગોકળગતિએ ચાલતા કેબિને

રાજકોટના જસદણમાં આટકોટ-ચિતલિયા રોડના ખાતમુહૂર્તનું કામમાં ગોકળગતિએ ચાલતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તલાટીને જાહેર સભામાં ખખડાવ્યા છે. છેલ્લા છ મહિનાથી ગામતળના 100 ચોરસ વારના પ્લોટ ફાળવવામાં ચાલી રહેલી ઢીલી કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

મંત્રીએ અધિકારીઓને અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અને આગામી 8થી 10 દિવસમાં પરિણામ જોઇએ. આ ચાલુ સભામાં તલાટીને ઊભા રાખી તેમણે ચીમકી આપતા જણાવ્યું હતું કે તલાટી મંત્રીને જો બીજામાં રસ હોય તો તે બંધ કરી દે અને સેવા કરવાનું કામ કરે. તેમણે વધુમાં ઉમેર્યું કે 15 દિવસ પહેલા યાદી આપવામાં આવી હતી અને હવે અઠવાડિયામાં પરિણામ જોઈએ, કોઈએ એકબીજા પર ટોપી પહેરાવવાની વાત ન કરવી. પરિણામ નહીં આવે તો તલાટી મંત્રી સહિતના સંબંધિત અધિકારીઓ પરિણામ ભોગવવા તૈયાર રહે, તેવી ખુલ્લી ચેતવણી મંત્રી કુંવરજી બાવળિયાએ આપી હતી.

આ સમાચાર શેર કરો