VIDEO: અમદાવાદીઓ માટે IRCTC લાવી રહ્યું છે ‘સાઉથ ઈન્ડિયા ડિવાઇન ટૂર’!
IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ દ્વારા દેખો અપના દેશ પહેલ હેઠળ સાઉથ ઈન્ડિયા ડિવાઇન ટૂરનું વિશેષ આયોજન કરવા

IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ દ્વારા દેખો અપના દેશ પહેલ હેઠળ સાઉથ ઈન્ડિયા ડિવાઇન ટૂરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.. ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધીના ૬ રાત્રિ અને ૭ દિવસના આ વિમાન પ્રવાસમાં શ્રદ્ધાળુઓને મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી અને ત્રિવેન્દ્રમના પ્રખ્યાત ધાર્મિક તથા પ્રવાસન સ્થળો જેવા કે મીનાક્ષી મંદિર, રામનાથસ્વામી મંદિર, પદ્મનાભસ્વામી મંદિર અને વિવેકાનંદ રોક સ્મારકની મુલાકાત કરાવવામાં આવશે. પ્રતિ વ્યક્તિ રૂપિયા ૫૨,૭૦૦ના આ ફ્લાઇટ પેકેજમાં હોટેલ સ્ટે, નાસ્તો, રાત્રિભોજન અને સ્થાનિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ સામેલ છે. સરકારી કર્મચારીઓ માટે LTC સુવિધા તથા ઓનલાઈન બુકિંગ માટે EMI વિકલ્પ ઉપલબ્ધ કરાવાયો હોવાની વિગતો IRCTCના પ્રો. જિતેન્દ્ર જયંતે આપી હતી.




