મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પાર્ટી પ્લોટની જગ્યાએ પૌરાણિક ગરબીઓને અપાય છે મહત્ત્વ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પાર્ટી પ્લોટને નહી પરંતુ પૌરાણિક ગ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પાર્ટી પ્લોટને નહી પરંતુ પૌરાણિક ગરબીઓને આપવામાં આવે છે મહત્ત્વ.  ધ્રાંગધ્રાવાસીઓ પૌરાણિક પરંપરાગત રાતે બેસીને ગરબા ગાઈને માતાજીની ભક્તિ કરે છે. મંદિરમાં ભક્તો બેસીને ગરબા ગવડાવે છે. આ પરંપરા 135 વર્ષથી ચાલતી આવે છે, અને આજે પણ લોકોએ આ પ્રથાને જાળવી રાખી છે. 

રોજ માતાજીને કરવામાં આવે છે શણગાર

ધ્રાંગધ્રામાં નવરાત્રીમાં દરરોજ માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. યુવાનો પણ અહીં ગરબા સાંભળવા તેમજ ગાવા માટે આવે છે. અહીં માત્ર 2 કલાક જ ગરબા ગાવામાં આવે છે, અહીં ન તો કોઈ ટ્રેડિશનલ ડ્રેસ કે ન તો દાંડિયા લાવવામાં આવે છે માત્ર લોકો માતાજીની ભક્તિમાં લીન થઈ જતા જોવા મળે છે.

આ સમાચાર શેર કરો