મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગૃહમંત્રી હર્ષ સંઘવીની રાજકોટ મુલાકાત: રાઘવજી પટેલને આગળ કરી ગાર્ડ ઓફ ઓનર અને લોકાર્પણની વિધિ કરાવી

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે, 25 જુલાઈ 2025 શુક્રવારના

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે, 25 જુલાઈ 2025 શુક્રવારના રોજ, રાજકોટ જિલ્લાના એક દિવસના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે અને વિવિધ કામગીરીનું ઉદ્ઘાટન કરશે.

વિગતવાર કાર્યસૂચિ

સવારે 8:30 થી 9:00:  હર્ષ સંઘવી સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે સંયુક્ત બેઠક યોજશે. આ બેઠકમાં વકીલો દ્વારા ઉઠાવવામાં આવેલા પોલીસ વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. 

સવારે 9:10 : રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. આ સાથે, પોલીસ આવાસોનું પણ ઇ-લોકાર્પણ કર્યું. જે પોલીસ વિભાગની સુવિધાઓને વધુ સુદૃઢ કરશે.

સવારે 9:45: આત્મીય યુનિવર્સિટી ખાતે નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત 181 અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કર્યું.. આ કાર્યક્રમ નાગરિકો માટે મહત્વપૂર્ણ પગલું છે.

સવારે 10:40 થી 11:40:  પોલીસ કમિશનરની કચેરી ખાતે લોક દરબારમાં નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને તેના નિરાકરણ માટે પગલાં લેવામાં આવશે.

બપોરે 11:40થી :  પોલીસ અધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં રાજકોટના વિવિધ વિકાસલક્ષી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવીની આ કાર્યક્રમો રાજકોટમાં સુરક્ષા, વહીવટ અને નાગરિક સેવાઓને મજબૂત કરવાના પ્રયાસોને વેગ આપશે.

રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ: 

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટમાં રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ હાજરી આપી હતી, અને લોકાર્પણની વિધિ રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ રાઘવજી પટેલને ગાર્ડ ઓફ ઓનર લેવડાવી, જેમાં તેમની શિષ્ટતા અને સિનિયર-જુનિયરના સંબંધોની ગરિમા જોવા મળી.

હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથક રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓને સેવા પૂરી પાડશે. આ પોલીસ સ્ટેશનને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. 

ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ સામે ચેતવણી

પત્રકારો સાથેની વાતચીતમાં સંઘવીએ ડિજિટલ એરેસ્ટની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે, "ડિજિટલ એરેસ્ટ નામની કોઈ કાનૂની પ્રક્રિયા અસ્તિત્વમાં નથી." તેમણે સૌરાષ્ટ્રના લોકોને વિનંતી કરી કે, જો કોઈ વ્યક્તિ ફોન કે વિડિયો કોલ દ્વારા ડિજિટલ એરેસ્ટની ધમકી આપે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. તેમણે લોકોને લોભામણી લિંક્સ ખોલવા અને ન્યૂડ કોલ્સનો શિકાર ન બનવા અપીલ કરી, કારણ કે સામાજિક ડરને લીધે ઘણા લોકો ભોગ બની રહ્યા છે.

ગુજરાતમાં સૌથી વધુ રિકવરી રેટ

હર્ષ સંઘવીએ ગૌરવ સાથે જણાવ્યું કે, સાયબર ક્રાઇમના કેસોમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રિકવરી રેટ ધરાવે છે. તેમણે લોકોને અપીલ કરી કે, સાયબર ગુનાઓનો ભોગ બનવાને બદલે પોલીસ સુધી પહોંચે, જેથી ઝડપી કાર્યવાહી થઈ શકે.

રાઘવજી પટેલને આગળ કરીને લોકાર્પણની વિધિ કરાવી

લોકાર્પણ સમારંભમાં હર્ષ સંઘવીએ રાઘવજી પટેલને આગળ કરીને ગાર્ડ ઓફ ઓનર અને લોકાર્પણની વિધિ કરાવી, જે રાજકીય અને સામાજિક એકતાનું પ્રતીક બન્યું. આ સાયબર ક્રાઇમ પોલીસ મથક રાજકોટ રેન્જના નાગરિકોને સુરક્ષિત અને ટેકનોલોજી-સજ્જ સેવાઓ પૂરી પાડશે, જેનાથી સાયબર ગુનાઓ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની આત્મીય કોલેજ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યા, જ્યાં તેમણે 185 પાકિસ્તાની હિન્દુ લઘુમતીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા. આ કાર્યક્રમમાં રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લામાં લાંબા સમયથી વસવાટ કરતા 151 રાજકોટ અને 34 અન્ય જિલ્લાના નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન પત્રકારોને સંબોધતા હર્ષ સંઘવીએ પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, "પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી. જ્યાં માતા-પિતાને એ ચિંતા રહે છે કે સ્કૂલે ગયેલી તેમની દીકરી પરત આવશે કે નહીં, તેવા વાતાવરણમાંથી આ લોકો ભારત આવ્યા છે. તેમને પણ અનેક ઘટનાઓનો સામનો કરવો પડ્યો હશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ 185 લોકોને ભારતીય નાગરિકત્વ મળવું એ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે, જે ભારતની સર્વસમાવેશક નીતિ અને માનવતાને પ્રતિબિંબિત કરે છે.

આ સમાચાર શેર કરો