મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યાત્રાધામ વીરપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ખેતરોમાં વરસ્યું કાચું સોનું

યાત્રાધામ વીરપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ અને અકળામણ બાદ વરસ

તસવીર: gstv

યાત્રાધામ વીરપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ અને અકળામણ બાદ  વરસાદી માહોલ છવાયો છે... ભારે વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદને કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે હરખ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર કરેલા કપાસ, સોયાબીન અને મગફળી સહિતના મોંઘા પાકો માટે આ વરસાદ સાચા અર્થમાં 'કાચું સોનું' સાબિત થયો છે. આ વરસાદથી પાકને નવું જીવન મળતાં ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.

આ સમાચાર શેર કરો