Sabarkantha: સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી, કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના રવિ પાકને થયું નુકસાન
હિંમતનગર તાલુકાના કાનડા પંથકમાં ધરોઈ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના ક
હિંમતનગર તાલુકાના કાનડા પંથકમાં ધરોઈ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના રવિ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કેનાલમાંથી લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળતાં અંદાજે 30 વીઘામાં વાવેતર કરેલા પાકને મોટો ફટકો પડ્યો છે. ઘઉં, તમાકુ, રાયડા સહિતના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા ખેતીને નુકસાન થયું છે. કેનાલની યોગ્ય સફાઈ ન કરવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ છે. ત્યારે ધરોઈ સિંચાઈ વિભાગના અધિકારીઓની નબળી કામગીરી અને બેદરકારીને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે.


