VIDEO: ગુજરાતમાં ૮ અને ૯ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું યલો એલર્ટ
રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવ

રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ૮ અને ૯ ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ૬ અને ૭ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ-દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે ૮ ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી, તથા ૯ ઓગસ્ટે બનાસકાંઠા (વાવ, થરાદ), સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે. આગામી દિવસોમાં ખરાબ હવામાન અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.




