VIDEO: બહુચરાજીમાં ફૂડ સેફ્ટી સેમિનાર યોજાયો વેપારીઓને હાઇજેનિક ખોરાક પીરસવા અપાઈ તાલીમ
મહેસાણા ફૂડ વિભાગ દ્વારા બહુચરાજી ખાતે ખાસ 'ફૂડ સેફ્ટી અવરનેશ' સેમિનારનું સુંદ

મહેસાણા ફૂડ વિભાગ દ્વારા બહુચરાજી ખાતે ખાસ 'ફૂડ સેફ્ટી અવરનેશ' સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા 100 થી પણ વધુ નાના-મોટા વેપારીઓએ હાજરી આપી હતી. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને એકદમ હેલ્ધી, ગુણવત્તાસભર અને હાઇજેનિક ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોને શુદ્ધ વાનગીઓ પીરસવા અંગે ખાસ તાલીમ આપવામાં આવી હતી. મહેસાણા ફૂડ વિભાગની આ પહેલથી સ્થાનિક વેપારીઓમાં ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ વધશે અને ગ્રાહકોને ઉત્તરોત્તર વધુ સારું અને સલામત ભોજન ઉપલબ્ધ થશે.



