મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Sabarkantha: ટ્રેક્ટર અચાનક રિવર્સમાં આવતા ખેડૂત ચગદાઈ ગયો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

હિંમતનગર તાલુકાના કાકણોલ ગામમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘરની આગળ પાર્ક કરેલું ટ્રેક્ટ

હિંમતનગર તાલુકાના કાકણોલ ગામમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘરની આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સમાં આવતા એક ખેડૂત તેના નીચે ચગદાઈ ગયા હતા.

દુર્ઘટનાની વિગતો મુજબ, ગામના જયેશભાઈ ડાયાભાઈ પટેલ નામના ખેડૂત તેમના ઘરની આગળ ઊભા હતા, ત્યારે ઘરની આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સ ગિયરમાં પાછળ આવ્યું હતું. ટ્રેક્ટર રિવર્સમાં આવતા જયેશભાઈ પટેલ તેના નીચે આવી ગયા હતા. અકસ્માતમાં તેમને પગ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

આ સમાચાર શેર કરો