મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શિમલામાં ભારે વરસાદની એન્ટ્રી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી . મોસમ વિભાગ દ્વારા જાહેર કરવ

તસવીર: GSTV

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી . મોસમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ વચ્ચે શિમલા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો . આ અચાનક શરૂ થયેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.જોકે, મેદાની વિસ્તારોની અસહ્ય ગરમીથી બચવા માટે આવેલા પ્રવાસીઓ આ વરસાદી માહોલથી ખુશખુશાલ જોવા મળ્યા હતા અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી .હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની ચેતવણી આપી હતી 

આ સમાચાર શેર કરો