મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: આઝમ ખાનના ઠેકાણાઓ પર ઈડીના દરોડા, સરકારી ભંડોળ ડાયવર્ટ કરવાના કેસમાં કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઉત્તર પ્રદેશના રામપુર, સહારનપુર અને દિલ્હીમા

તસવીર: gstv

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઉત્તર પ્રદેશના રામપુર, સહારનપુર અને દિલ્હીમાં અંદાજે ૧૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ  હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સરકારી કોન્ટ્રાક્ટ ફંડના કથિત ડાયવર્ઝન અને તેનો ઉપયોગ યુનિવર્સિટી તથા ટ્રસ્ટની સંપત્તિ બનાવવા માટે કરવા અંગે તપાસ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ભંડોળ મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ તરફ વાળવામાં આવ્યું હોવાની આશંકા છે. આઝમ ખાન આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી છે. ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવા આ દરોડા પડાયા છે.

આ સમાચાર શેર કરો