મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ૮ કિલો અફીણ સાથે કેન્ટરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ

પંજાબના ફાઝિલ્કા જિલ્લાની અબોહર પોલીસે નશાકારક પદાર્થોની તસ્કરી સામે મોટી સફળતા મેળવતા એક કેન્ટ

તસવીર: gstv

પંજાબના ફાઝિલ્કા જિલ્લાની અબોહર પોલીસે નશાકારક પદાર્થોની તસ્કરી સામે મોટી સફળતા મેળવતા એક કેન્ટર ટ્રકમાંથી ૨૮ કિલોગ્રામ ગેરકાયદેસર અફીણ ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે કેન્ટરના ડ્રાઈવર અને તેના સાથી ની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. મણિપુરથી લવાઈ રહેલો આ અફીણનો જથ્થો પંજાબના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો યોજનાબદ્ધ પ્લાન હતો. પોલીસની વિશેષ ટીમે ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી કરીને વાહનની ઝીણવટભરી તપાસ હાથ ધરી ત્યારે છુપાવેલું અફીણ મળી આવ્યું હતું. આ તસ્કરી પાછળ સક્રિય મુખ્ય નેટવર્ક અને તેના કનેક્શન સુધી પહોંચવા માટે પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર કેસમાં આગળની કાનૂની તપાસ અને પૂછપરછ તેજ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો