મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad:પરીક્ષાની માર્કશીટ ન લઈ જતી 73 સ્કૂલોને DEOએ નોટિસ ફટકારી

ગુજરાતમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવે લગભગ 2 મહિના થઈ ગયા છે, તેમ છતાં અમદાવાદની કેટલીક શાળ

ગુજરાતમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવે લગભગ 2 મહિના થઈ ગયા છે, તેમ છતાં અમદાવાદની કેટલીક શાળાઓમાં હજુ પણ માર્કશીટનું વિતરણ થયું નથી. અમદાવાદની શાળાઓની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે DEOએ પણ આ અંગે કડક પગલાં લીધાં છે.  અમદાવાદમાં પરીક્ષાની માર્કશીટ ન લઈ જતી સ્કૂલો સામે DEOએ નોટીસ ફટકારી છે.  ઘોરણ 10 અને 12નું પરિણામ આવ્યું હોવા છતાં સ્કૂલો માર્કશીટ લઈ ગઈ ન હતી, જેથી અમદાવાદની 73 સ્કૂલોને DEOએ નોટિસ આપી છે.

13 મે થી માર્કશીટનું વિતરણ શરૂ થયું પણ 73 શાળાઓની માર્કશીટ બાકી છે. આજ દિન સુધીમાં માર્કશીટ લઇ જવા આદેશ કરાયો હતો.  ધોરણ 10 માં 37 ધોરણ 12 માં 36 માર્કશીટ ન લઈ જતા કારણ દર્શક નોટિસ આપી છે. રિપીટર વિદ્યાર્થીઓની માર્કશીટ ન લઇ જવાતા શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી હતી

આ સમાચાર શેર કરો