મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: માંગરોળમાં ડિમોલીશનની કામગીરીથી વેપારીઓના ધંધા ઠપ, પાલિકા સમક્ષ કરી આ માંગ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં જર્જરિત બાંધકામોના ડીમોલેશન બાબતે વેપારીઓ ભારે રોષે ભરાયા છ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં જર્જરિત બાંધકામોના ડીમોલેશન બાબતે વેપારીઓ ભારે રોષે ભરાયા છે. તંત્ર દ્વારા  જુની ઇમારતો તોડી પાડવાની કામગીરી કરતા વેપારીઓનાં ધંધા રોજગાર ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે. 

9 દિવસથી વેપારીઓના ધંધા ઠપ
 
માંગરોળ શહેરમાં એક જુનું જર્જરિત મકાન ધરાશાયી થતા દાદા અને પૌત્રે જીવ ગુમાવ્યા હતા, જેને ધ્યાને લઇ માંગરોળ નગરપાલિકા દ્વારા જુના જર્જરિત મકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહીથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે માંગરોળ મેઇન બજારમાં દુકાનોના ઉપરનાં માળ પાડવાથી નીચેની દુકાનોમાં ધુળ ડમરી ઉડવાથી વેપારીઓના માલ સામાનને ભારે નુકસાની થાય છે. બીજી તરફ દુકાનોના ઉપરનાં માળ પાડતા અડધું બજાર બંધ રહે છે અને વેપારીઓને ધંધાને 9 દિવસથી અસર થઇ રહી છે, જેથી વેપારીઓ આ કામગીરી રાત્રે કરવા પાલિકા સમક્ષ માંગ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો