મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાંકરેજને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં અછતની સ્થિતિને લઈને ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા શિહોરી મામલતદાર કચેરીએ આવેદનપત્ર

તસવીર: gstv

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં અછતની સ્થિતિને લઈને ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા શિહોરી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ છે કે કાંકરેજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી પાક ધિરાણમાં રાહત આપવામાં આવે અને ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે. વરસાદની અછતને કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો બોરવેલ અને નર્મદાના પાણીથી ઉભા પાકને બચાવવા પિયત કરી રહ્યા છે. કપાસ, બાજરી, એરંડા અને શાકભાજી સહિતના પાકોમાં પાણીની જરૂરિયાત વધી રહી છે. સાથે જ તાલુકાના તળાવો ઝડપથી ભરવાની કામગીરી કરવા પણ માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો