VIDEO: રક્ષા મંત્રી રાજનાથ સિંહ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા, મુલાકાત દરમિયાન આતંકવાદ સહિત અન્ય મુદ્દાઓ પર કરશે ચર્ચા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સહભાગી થવા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સહભાગી થવા માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન તેઓ પ્રાદેશિક સુરક્ષાના પડકારો, આતંકવાદ વિરોધી અભિયાન અને સભ્ય દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા અંગે વિગતવાર ચર્ચા કરશે. આ સંમેલનમાં ભારત મધ્ય એશિયાઈ દેશો સાથેના પોતાના સંબંધો મજબૂત કરવા અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા પર પણ પ્રયાસ થશે. આ ઉપરાંત, રાજનાથ સિંહ અન્ય સભ્ય દેશોના સમકક્ષ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજીને પરસ્પર હિતના મુદ્દાઓ પર વાતચીત કરે તેવી પણ શક્યતા છે.




