Video: ડાકોરમાં શ્રમિકના મોત બાદ પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ
ડાકોરમાં ગોપાલપુરામાં તારાબાઈ બાગ પાસે જર્જરિત મકાન ઉતારવાની દુર્ઘટનામાં એક શ્રમિકના મો

ડાકોરમાં ગોપાલપુરામાં તારાબાઈ બાગ પાસે જર્જરિત મકાન ઉતારવાની દુર્ઘટનામાં એક શ્રમિકના મોત મામલે પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસે ફરિયાદ લીધી ન હોવાનું કહી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ડાકોર પોલીસે ફરિયાદ ન લેતા મૃતક અમિતભાઇ શનાભાઈ મહિડાનો પરિવાર રોષે ભરાયો છે.
કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ પગલાં ભરવા માંગણી
કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર મકાન ઉતારવાની કામગીરી દરમિયાન શ્રમિકનુ મોત થયું હોવાનું પરિવારે જણાવ્યું છે. કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ પગલાં ભરવા સ્થાનિકોની પણ માંગણી છે. ડાકોર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા પરિવાર ડીએસપી ઓફિસ નડિયાદ ખાતે પહોંચ્યો છે. શ્રમિકનું મોત નિપજતા તેમના બે બાળકો પણ નિરાધાર બન્યા છે.




