મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના સરધારના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસજીનો એક વધુ વિવાદાસ્પદ વિડિય

રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસજીનો એક વધુ વિવાદાસ્પદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામીએ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા અંગે વિવાદિત નિવેદનો કર્યા છે. વીડિયોમાં સ્વામી નિત્યસ્વરૂપદાસજીના નિવેદનથી નવો વિવાદ છંછેડાયો છે.

નિત્યસ્વરૂપદાસજીનો એક વધુ વિવાદાસ્પદ વીડિયો વાયરલ

સ્વામિનારાયણના ભગવાન પાસે અબજો મેનેજરો છે." તેમણે આગળ જણાવ્યું કે, જેમની પાછળ લાખો-કરોડો દાસ છે, ત્યાર બાદ મુક્તો, મહાપુરુષ, પ્રધાન પુરુષ આવે છે. આ પછી શાખાઓ વધતી ગઈ અને વિરાટ પુરુષ  ભગવાન બન્યા હતા. આમ સ્વામિનારાયણ સંપ્રદાયના  નિત્યસ્વરૂપદાસજી નિવેદન પર ચારેય તરફથી ફિટકાર વરસી રહ્યો છે.

સનાતન ધર્મના અનુયાયીઓમાં રોષ ફેલાયો

સ્વામિનારાયણ સંપ્રદાયના એક પછી એક વિવિધ સાધુના વિવાદિત નિવેદનોથી યેનકેન પ્રકારે નવા નવા વિવાદ સર્જાતા રહે છે,  જેનાથી સનાતન ધર્મના અનુયાયીઓમાં રોષ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો