Surat news: આ પાંચ ડેરીમાંથી ઘી-માખણ ખરીદનારા ગ્રાહકો સાવધાન, સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા મનપાએ કરી કાર્યવાહી
સુરતના જુદા-જુદા વિસ્તારમાં આવેલી પાંચ ડેરીમાંથી ખાદ્યપર્દાથોના લીધેલા સેમ્પલ નેગ

સુરતના જુદા-જુદા વિસ્તારમાં આવેલી પાંચ ડેરીમાંથી ખાદ્યપર્દાથોના લીધેલા સેમ્પલ નેગેટિવ આવતા પાલિકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ડેરી સંચાલકોનો મનપાની ટીમે ભાંડાફોડ કર્યો છે.
45 સેમ્પલની તપાસ બાદ પાંચ ડેરીઓના રિપોર્ટ નેગેટિવ
સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા ડેરી સંચાલકોનો પાલિકાએ ભાંડાફોડ કર્યો છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા કુલ 45 સેમ્પલની તપાસ બાદ પાંચ અગ્રણી ડેરીઓના રિપોર્ટ નેગેટિવ આવતા કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. તપાસ દરમિયાન ઉધનાની ગુજરાત ડેરી અને ધનરાજ ડેરી, નાના વરાછાની નવી જલારામ ડેરી, વરાછાની જનતા ડેરી ફાર્મ તેમજ પુણાગામની અમૃતધારા ડેરીના ઘી અને માખણના સેમ્પલ ફેલ થયા છે.
શુદ્ધતાના નામે ભેળસેળયુક્ત પદાર્થો વેચી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા આ તમામ સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાની આ લાલ આંખથી શહેરમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.






