Video: થોળના પાંજરાપોળમાં ગાયોનું વેપાર કરાતું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળના રાધા કૃષ્ણ પાંજરાપોળમાં 7 પશુઓનો મોતનો મુદ્દો હાલ
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળના રાધા કૃષ્ણ પાંજરાપોળમાં 7 પશુઓનો મોતનો મુદ્દો હાલ ચર્ચાઈ રહ્યો છે, ત્યારે આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનું ચોકાંવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે એક વર્ષ અગાઉ પણ 7 ગાયોનો આ પાંજરાપોળમાં મોત થયા હતા. અહીં ગેરકાયદે રીતે ગાયોને ભેગી કરી વેપાર કરતા હોય એવું લાગે છે. ગાયોને કતલખાને મોકલાતી હોવાની પણ શંકા છે. સંસ્થાના નામે ગાયોને વેચી દેવાય છે, તેમ પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.




