મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોંગી ધારાસભ્યએ જમીન પચાવી પાડી હોવાનો આરોપ, અનંત પટેલની પત્ની સામે નોંધાઈ ફરિયાદ

નવસારીના વાંસદા તાલુકાના સિંણધઈ ગામની જમીનનો વિવાદ વધુ વકર્યો છે. ફરિ

નવસારીના વાંસદા તાલુકાના સિંણધઈ ગામની જમીનનો વિવાદ વધુ વકર્યો છે. ફરિયાદી સાધના પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના દાદાની જમીન સાવકા કાકાએ પચાવી પાડી અને ત્યારબાદ આ જમીન ધારાસભ્ય અનંત પટેલે પચાવી પાડી હોવાનો આક્ષેપ કરાયો છે. 

અનંત પટેલની પત્ની સહીત પાંચ સામે ફરિયાદ

સિંણધઈ ગામે ફરિયાદી સાધના પટેલની પૈતૃક જમીનમાં ચાલતા વિવાદમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે. વિવાદિત જમીનમાં ધારાસભ્ય અનંત પટેલની પત્ની વૈશાલી પટેલ આવતા ફરિયાદી સાથે તેનો ઝઘડો થયો હતો. સાધના પટેલે સણસણતા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અનંત પટેલે આ જમીન અને ત્યાં બનેલા ઘર વિશે અજાણ હોવાનું મામતદાર સમક્ષ નિવેદન આપ્યુ હતું. તો પછી અનંત પટેલના પત્ની શું કામ આ જમીનમાં પ્રવેશે છે?સાધના પટેલે ગત રોજ વૈશાલી પટેલ સહિત રાજુ, કલાવતી, હેતલ અને કિંજલ સામે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાધનાને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાના આક્ષેપ સાથે કહ્યું હતું કે મને કંઇપણ થાય તો એની જવાબદારી અનંત પટેલની રહેશે. 

આ સમાચાર શેર કરો