VIDEO: વાસદ હાઈવે પર કારની ડિવાઈર સાથે ટક્કર, 2 લોકોના મોત 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે.મળતા અહેવાલ પ્રમાણે આણંદ વાસદ સિક્સસ લેન પાસે ભયાનક અકસ્માતની
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •2 મિનિટ વાંચન સમય
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે.મળતા અહેવાલ પ્રમાણે આણંદ વાસદ સિક્સસ લેન પાસે ભયાનક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે પેટલાદના રામોદડી ઓવર બ્રિજ પર કારની ડિવાઈડર સાથે ટક્કર થયા બાદ પલ્ટાઈ ગઈ હતી.
દુર્ઘટનામાં 2ના મોત અને 1 ગંભીર રીતે ઘાયલ
આ કારમાં 3 લોકો સવાર હતા. દુર્ઘટના બાદ કારમાં સવાર 2 ના મોત નિપજ્યા અને એક અત્યંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કુચડો બોલાઈ ગયો હતો. દરવાજા અને પતરા કાપીને મૃતદેહો બાહર કાઢ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત શખ્સને કરમસદ મેડિકલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ કાર વાસદથી તારાપુર તરફ જઈ રહી હતી
આ કાર વાસદથી તારાપુર તરફ જઈ રહી હતી. કારની ડિવાઈડર સાથે ભયાનક રીતે ટક્કર થઈ હતી. ઉલ્લેખનીય છે કે કારમાં સવાર મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ તમામના પરિવારની પણ શોધખોળ આદરવામાં આવી છે.
હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો
સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.