VIDEO: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન વળતર મામલે વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન વળતરનો વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન વળતરનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. LARR ઓથોરિટી દ્વારા ખેડૂતોને વધારેલું વળતર આપવાના આદેશને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ અપીલ કરીને પડકાર્યો છે. NHSRCLએ દલીલ કરી છે કે વળતર નક્કી કરવા માટે ખોટા માપદંડ અપનાવાયા છે અને જો આ નિર્ણય યથાવત્ રહેશે, તો પ્રોજેક્ટ પર અંદાજે ₹૪૦ હજાર કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે. આ અંગે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.




