Video: જમાલપુરમાં મંદિરની જગ્યા પચાવી પાડનાર બિલ્ડર સામે તવાઈ, ગેરકાયદે ઓફિસ-દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ત્રિકમજી મંદિરની જગ્યા પચાવનાર આરોપીનાં બા
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ત્રિકમજી મંદિરની જગ્યા પચાવનાર આરોપીનાં બાંધકામ પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. કાંચની મસ્જિદ પાસે આરોપીની ઓફિસ સહિત ગેરકાયદે બનાવેલું બિલ્ડીંગ તોડી પાડી મનપાએ સકંજો કસ્યો છે.
ગેરકાયદે બાંધકામ હટાવી 13 હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે
પ્રાપ્ત માહિતી મુજબ જમાલપુરમાં ત્રિકમજી મંદિરની જગ્યા પચાવી પાડનાર અને કાંચની મસ્જિદ પાસે લાટી બજાર માટે AMC એ ફાળવેલી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર બિલાલ શેખ સામે AMC એ કાર્યવાહી કરી છે. આરોપીની ઓફિસ સહિત ગેરકાયદે બનાવેલા બિલ્ડીંગ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. જમાલપુર કાંચની મસ્જિદ પાસે આવેલા બિલ્ડિંગ અને અન્ય બાંધકામ તોડી પડાયા છે. તંત્ર ગેરકાયદે બાંધકામ હટાવી 13 હજાર વાર જગ્યા ખુલ્લી કરશે.
AMC એ ફાળવેલી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરાયા હતા
ભૂતકાળમાં લાટી બજાર માટે AMC એ જગ્યા ફાળવી હતી, પણ 1995 માં લાટી બજાર માટે કરાર પૂર્ણ થયા બાદ જગ્યા પર બિલાલ શેખ દ્વારા પાક્કા બાંધકામ કરી દેવાયા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બિલાલ શેખ સામે ગુનો નોંધાયો છે.






