VIDEO: સંત રવિદાસ 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપની સમરસતા યાત્રા
દેશભરમાં સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપે વિશેષ ઉજવણી અભિયાન

દેશભરમાં સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપે વિશેષ ઉજવણી અભિયાન શરૂ કર્યું છે, જેની શરૂઆત ગુરુ પૂર્ણિમાના દિવસે ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી લાવવામાં આવતો પવિત્ર કળશ 31 જુલાઈએ અંબાજી પહોંચશે અને ત્યાંથી ઉત્તર ગુજરાતથી સમરસતા યાત્રાની શરૂઆત થશે, જે 3 ઑગસ્ટે અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચશે. યાત્રા દરમિયાન 6 જિલ્લાઓમાં કળશનું સ્વાગત કરવામાં આવશે.




