VIDEO: ભાવનગર: મહુવા તાલુકાના ૩૦ જેટલા ગામોમાં અલનીનોની અસરથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બરબાદ થવાની ભીતિ
ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તા

ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલનીનો સક્રિય થવાને કારણે વરસાદ લાંબો સમય ખેંચાતા ખેડૂતો પર નુકસાનીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે….મહુવા પંથકમાં મગફળી, કપાસ, જુવાર અને બાજરી જેવા ચોમાસું પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે ગામોમાં સિંચાઈ કે કેનાલની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, તેવા તલગાજરડા, રાતોલ, વડલી, બેલંપર, રાજાવદર, કોજળી, કાળેલા અને ઉમણીયાવદર સહિતના આશરે ૩૦ જેટલા ગામોની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે મોટો આર્થિક ફટકો સહન કરવો પડશે.




