મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: સાઉદી પર હુમલો એ પાકિસ્તાન પર જ હુમલો ગણાશે... ખ્વાઝા આસિફની હુથીઓને ચેતવણી

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સૌદી અરેબિયા પર થઈ રહેલા

તસવીર: gstv

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સૌદી અરેબિયા પર થઈ રહેલા હુમલાઓ અંગે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દરેક હુમલાનો જવાબ એ જ આક્રમક શૈલીમાં આપવો જરૂરી નથી. તેમના જણાવ્યા અનુસાર, મક્કા કરાર પોતે જ એક મોટો પ્રતિબંધક સાબિત થઈ શકે છે. જો સૌદી અરેબિયા પર વગર કારણે હુમલો કરવામાં આવશે અથવા યમનનો તણાવ ત્યાં સુધી લંબાશે, તો આ કરાર આપોઆપ અમલમાં આવી જશે અને પાકિસ્તાન પોતાની સંરક્ષણ ક્ષેત્રની જવાબદારી ચોક્કસપણે નિભાવશે. ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ કરારથી સંપૂર્ણપણે બંધાયેલું છે. તેમણે ઉમેર્યું કે ઇંટનો જવાબ પથ્થરથી આપવો  હંમેશાં જરૂરી નથી હોતો. એટલે કે દરેક આક્રમક પગલાના જવાબમાં એ જ પ્રકારે આકરી જવાબી કાર્યવાહી કરવી અનિવાર્ય નથી. તેમણે આ બાબતને એક સુઆયોજિત રણનીતિ ગણાવી હતી. જેનો મુખ્ય હેતુ વિસ્તારમાં બિનજરૂરી તણાવ વધારવાથી બચવાનો છે. જોકે, તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે જરૂર પડવાના સમયે પાકિસ્તાન પોતાની તમામ તૈયારીઓ પૂર્ણ રાખશે.

આ સમાચાર શેર કરો