VIDEO: લાલદરવાજા પાસે AMTS બસે કાર-બાઈકને ટક્કર મારી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસની 400 નંબરની સર્ક્યુલર રૂટની બસને લાલ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસની 400 નંબરની સર્ક્યુલર રૂટની બસને લાલદરવાજા પાસે અકસ્માત નડ્યો હતો. લાલદરવાજા થી લાલદરવાજા સર્ક્યુલર રૂટની બસે કારને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર અને તેની પાસે ઊભેલી બાઈકને નુકસાન થયું છે. બાઈકચાલકને ઇજા પહોંચી હતી. બસ આદિનાથ બલ્ક કેરિયર્સ લિ. ખાનગી કંપનીની છે. અકસ્માત બાદ બસ ડ્રાઇવરને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવાયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.



