મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં તહેવારો ટાણે લારી-રેકડીઓ પર AMC ફૂડ વિભાગના દ્રશ્યો

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય

તસવીર: gstv

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવા મોટું અભિયાન હાથ ધરાયું છે. હેલ્થ કમિટીમાં આપેલી સૂચના બાદ હવે માત્ર મોટા રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ ખાણીપીણી બજારો અને શેરી-ગલીઓની લારી-રેકડીઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. ખાસ કરીને મિલાવટી અને બનાવટી એનાલોગ પનીર, વપરાયેલું તળવાનું તેલ તેમજ અન્ય ખાદ્યસામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે આકરાં પગલાં લેવાશે. તહેવારના દિવસોમાં શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો