VIDEO: અંબાજી: મંદિર દાનચોરી પગ નીચે નોટો સંતાડતો કર્મચારી સીસીટીવીમાં કેદ
યાત્રાધામ અંબાજી મંદિરના ભંડાર કક્ષમાંથી થયેલી ચોરીનો એક જૂનો સીસીટીવી ફૂટેજ સોશ

યાત્રાધામ અંબાજી મંદિરના ભંડાર કક્ષમાંથી થયેલી ચોરીનો એક જૂનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય કર્મચારીઓ સાથે નોટોની ગણતરી કરતી વખતે ચાલાકીથી એક બંડલ પોતાના પગ નીચે સંતાડતો સ્પષ્ટ દેખાય છે. ગત ૫ મેના રોજ બનેલી આ ઘટનામાં, આરોપી જ્યારે બાથરૂમ જવાના બહાને બહાર નીકળતો હતો ત્યારે તેના ખિસ્સામાંથી ૧.૦૪ લાખનું બંડલ નીચે પડી ગયું હતું. અન્ય કર્મચારીઓની સતર્કતાથી સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેના આધારે મંદિર ટ્રસ્ટ અને કલેક્ટરે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી.



